Tuesday, June 13, 2017

દિલ ભરાઈ આવ્યુ છે

આકાંક્ષા ને અભરાઇ ઍ મૂકી દે
આ નભની રાહ મૂકી દે
ઍક કહે છે ડૂબી જા
બીજો કહે છે તરી લે
ત્રીજો ચાહે છ્બ-છબિયા
ને ચૌથા ની વાતાજ શુ
આમને આમ
બધા ગણિત બગાડે છે

જે શુન્ય છે ઍજ ગણિત માંડે
બીજા ઍક બીજાને ભાંડે
હવે નથી રહેવું, સહેવું, કહેવું
પણ કરવું છે.
શું?
ઈ ખબર હોત તો કરતો ના હોત
દિલ ને ભરાઈ જવાનો અવકાશ ના હોત
હવે શૂન્યા અવકાશમાં ...
સંદેશથી ઉભરાયેલા આકાશમાં
અંદેશા નથી મળતા પ્રકાશના
રૂદનનું ધન ખરચતા
ગહેરાય ને સરજતા
આ શૂન્ય અવકાશમાં
દિલ ભરાઈ આવ્યુ છે

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...