Showing posts with label gujarati poem. Show all posts
Showing posts with label gujarati poem. Show all posts

Monday, January 12, 2026

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ.
લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ.
પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ.
ભાર અને બંધન રૂપી લાગતાં સંબંધોના ઠેશ
વચ્ચે સદા વહેતો, આભાર અને પ્રેમ ન થતો લેશ,
એવો લાગ્યો મને કંઈક મિત્રતાનો અનોખો ભેશ.
"આભાર દોસ્ત", આને કૃતજ્ઞતા ના ગણીશ.
સદા મૈત્રી ભાવને ઝરણે, રહેલા યાદોમાં રહીશ.
જ્યારે પણ આપણે આવશું સામે, ભેટી ને મળીશ
ને નવી વાતો, જૂની યાદો એક બીજાને કહીશ.
નવા ફૂલો જેવા મધુર સમયની અરજી કરીશ,
સમ થયેલા હૈયે, ફરી ફરી તને યાદ કરવાનું નહીં ભૂલીશ.




Sunday, February 16, 2020

આમ વાતો અલખની

જો તારે જોઈતો હોય માલ,
કે પહેરવી હોય માળા
તું આમ આમ કર.
આવી ઘણી આમ આમ વાતો,
આવી ને આના જેવી
તમને ઘરો,બજારો ને રસ્તે ચઢતે ને પડતે
મળી જાશે.
જે નહિ મળે, તો એ હિમ્મત, એ માણસ
જે અમલ મહીં મેળે.

વાત બહુ સરળ છે, પણ જીવનમાં એવી તે કળ છે.
મનથી બધા પર લગામ મુકવાની દોડ ,
લાંબા ને ટૂંકા ફાયદા ને કાયદા ને કા તો જાણવા કે પછી ફાંદવા, જાણી ને ફસાતા માંગ્યા દામના કુંડાણા. 

મજા લે આખું ગામ, માંગતા સર્વ તમામ
કહેતા પડે ગાલ પર શેરડા ને છતાં રહી જાય હાથ મેળવતા.

કહો તો જરા, શું શીખ્યા?
જવાબ મળ્યો નજીક, તો જાણજો પોતાને મૂર્ખ.
જરા એના પર હસી લેજો ને થોડું વિચારી, ભરજો કદમ. હસતાં હસતા જો કરશો કાંઈક અમલ,
તો મળી જાશે અલખ. 

Sunday, September 08, 2019

બધાની પસંદ હોય!

બધાની પસંદ હોય!
જરૂરી નથી કે તે સમ હોય
વિષમ પસંદ જો તમોને ડંશ દે,
ત્યાં વળી સંપને ખોય?

પુછતા નહી કોણ? અને શાને?
આ હું કોણ ને તેની પસંદ કઈ કઈ
તેનુજ ગાણું છે?
હું ને પસંદ નો સગપણ,
ઘડપણ સુધી સાથે ચાલતું ઍક નાણુ
ભલભલા ને ગબડાવે,
જો ના જાણે, હું કોણ?

આમ પડદાની પાછળ,
પણ ચાલે બધે આગળ.
હું કે હું ની પસંદ?

સાદગી પણ હોય!
દેખાવો પણ હોય!
પણ મળવાનું શું
આ પસંદના ફેરામાં?
જોતો નથી વૈભવ બજારોનો,
પસંદના નામે તો છલકાવે છે.
લાભ-હાની ની ક્યા ક્યા ભરમાવે તે
ઍક નહી અનેક હું ને હું ની પસંદના ઘેરામા
ઢેર ઢેર ઠરતા હું ને જોયા છે.
તરતા હું થોડા રહ્યા,
જે જાણી લે ખરો હું ને હું ની પસંદ શુન્ય.

Friday, August 02, 2019

પ્રેમની વાતો

આજથી લગભગ ૧૭વર્ષ પહેલાં, ભાઈદાસ સભાગૃહ, વિલેપાર્લે, આ ગીત સૌ પ્રથમ વાર સાંભળ્યુ - " દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવુ ગમશે કે કેમ? ઍમ પૂછીને થાય નહીં પ્રેમ."
ડૉ. શ્રી શ્યામલ અન સૌમિલ મુન્શી ની જોડી, મીઠો સુરીલો કંઠ અને કવીશ્રી તુષાર શુકલની લાજવાબ કલમ મળીને બનેલું અદભૂત સુંદર રચના વાળુ આ ગીત.  જ્યારે પણ ગુજરાતી ગીત સાંભળવાનુ મન થાય તો આ ગીત પ્લેલિસ્ટ્મા જરૂર હોય.
નંદિની બેન ત્રિવેદી ની મુંબઇ સમાચારમાં આવતી કોલમ હૈયાને દરબારે, ગયા અઠવાડિયા કવિશ્રી સાથે ગીત ની પાછળની વાતો જણાવીને મોજ કરાવી હતી.
આફરીન! આફરીન થઈ જવાય! હજી તો ગીત મમળાવવુ ચાલુ હતુ. ત્યાં જૂની નોધપોથી (ડાઇયરી) ચઢી હાથે ની મળ્યુ આ નાનકડું કાવ્ય. 'ઍમ પૂછીને થાય નહી પ્રેમ' આ ગીતના પ્રભાવમાં અને તેના વિચારોના મુળે લખાયેલું ગીત - પ્રેમ પામવાનાં કાય નકશાઓ હોય? કાવ્યની શરૂઆત પ્રશ્ન સાથે થાય છે કે પ્રેમ પામવા માટે કોઈ નક્શા હોય, નક્ષત્રો જોવાના હોય કે?

પ્રેમ પામવાની ઝંખના સર્વને હોય. તેના કોઈ નિયમ, રસ્તા કે પાઠ નથી. આતો પ્રિયતમ સાથે બેસો, થોડુ બોલો, થોડુ ખોલો, ઘણુ સાંભળો અન સંભાળી લો , આમ પ્રેમ આપો તો પ્રેમ પામો આ વાત ક્રેંદ્રમાં રહી.

બે વાત જી નથી કેરી શક્યો કાવ્યમાં, ઈ અહિયા કહેવી
-> આ પામવાના ચક્કરમાં - મન વારે ઘડીયે ઈ અમાપને માપવા બેસી જાય. આ દલિલબાજ મનથી ચેતીને રહેવું
-> અને જ્યારે સાચે પ્રેમ સામો ચાલીને મળે કે પામો, ત્યારે ઍના સ્વીકાર કરતા થવું. મારી પોતાની વાત કરું તો હજી આપતા ક સ્વીકારતા ફાવતું નથી. ખાસ કરીને જ્યારે તમે કોઈ કાર્ય ખૂબ પ્રેમ થી કર્યુ હોય કે બાળકો તમને ઍક શીક્ષક રૂપે ચાહે ની પ્રેમ દર્શાવે ત્યારે કે મમ્મી હોય મિત્ર કે પ્રીયતમા, આ લેતા આવડવું ઈ પણ કલા છે.

જ્યારે પ્રેમ જે કોઈ સ્વરૂપે તમો સમક્ષ આવે ત્યારે બુદ્ધિ કેમ મંદ થય જાય, શું કરવું?, બોલવું શું? હૃદય આફાટ થતુ હોય. બુદ્ધિ ત્યાં વિશ્લેષણ કરવા બેસે કે આ દેખાડો છે કે સાચી અભિવ્યક્તિ, તેમના અંતરથી અનજાન હોય.

આવું કેમ થયું અન હૈયાની બીજી વાતો આવનારી પોસ્ટમાં..

વેગ, ૧-૦૯-૨૦૧૯

Wednesday, July 31, 2019

મુલાકાત

હું બહુ ઓછો મળ્યો ઍને,
પણ જ્યારે મળ્યો
ત્યારે મનમૂકીને ભળ્યો.

મિલનમાં અમારા મસ્તી અનેરી
ભલે હોય માત્ર ઘડીભર ઠરેલી

પર્વતો ચઢ્યો, સમુદ્ર કિનારે ફર્યો
મિલનની બે ક્ષણ સારુ ક્યાં ક્યાં ભમ્યો?

ખુલ્લા મને અમે સાંભળ્યા ઍક બીજાને,
સંભાળી લીધા કિનારાઍ, પણ કોરા ના રહ્યા.

તેના રંગોની આભા, દરેક વાર જુદી
અરે, સંધ્યાની હરેક વાત અનોખી.
યાદો કે યાદી નથી રાખી અમે
પ્રસંગો જોવા ને મળવાની ઍને.


બસ ખબર છે,
રોજ મળવાને આવે છે ઍ,
હવે મોડુ નથી પડવું ભળવાને!



-વેગ

૧૨-૦૬-૨૦૧૩ (સુધારિત ૩૧/૦૩/૨૦૧૯)

પ્રેમ પામવાનાં કાય નકશાઓ હોય?

પ્રેમ પામવાનાં કાય નકશાઓ હોય?
કદી નક્ષત્રો જોઈને નજરો મળતી હશે?
image credit: http://feelgooder.com/wordpress/why-you-need-a-love-map-and-how-to-improve-yours/
























જો આપો તો પામો,
આ સરલ વ્યવહાર છે? ના,
વ્યાપાર નથી, સથવાર છે;
સાંભળશો ને સંભાળશો તો
જીવન અણમોલ ભરથાર નો સાથ છે.

વેગ
૦૬+૦૬=૧૨ ; ૨૨:૨૦

ફરજ પડે

હૈયુ મારૂ જ્યારે જ્યારે બેચેન બને,
હાથમાં કલમ લેવાની ફરજ પડે;
ઍ મુક્ત સ્વરોને, સ્વના કરવા,
શબ્દો મહી સજાવવા ફરજ પડે.

નથી કોઇ ગુણ અંદર કવી જેવા,
તે છતાં કલ્પના કરી,
વિચારોને વાળી, ઈચ્છાઓને વ્હારે
આમ હમેંશ ખેચાવું પડે.

ક્યારેક સરળ તો ક્યારેક જટિલ પ્રશ્નોને,
નવી દ્રષ્ટીથી વારે વારે જોવી પડે;
હૈયાની જુબાની અને હાથે જવાની,
સુર ને તાલ મેળવવાની ફરજ પડે.

- વેગ
12.6.2013

Sunday, March 31, 2019

કે ભઈ, રાખજે સમતા

તા તા થૈયા
ઉપ્પર નીચે ચઢતો
સ્વર જોને ક્યાં અડતો
જો ક્યાં રહે છે મમતા
કે ભઈ, રાખજે સમતા

સુર બેસૂર થાય કે મધુર ગાયે
તાલ બેતાલ હોયે કે લયબદ્ધ ગાયે
ગમા અણગમા, મનને સમજાવતા
કે ભઈ, રાખજે સમતા!

સ્થિરતા છે, સ્થગિતતા નથી,
ગતિ રાખજે પ્રકાશ તરફ, ને
પ્રગતિની પ્રણાલી
મમ્મત નહિ, ગમ્મત થોડી સહી
મનને સમજાવતા, 
કે ભઈ, રાખજે સમતા!

જે સામો છે, સ્વને મળ્યું છે
મારું મારુ છોડી, થોડું સામાનું પણ જોજે
જીવન સંગીત પર કરતા તા તા થૈયા
કે ભઈ, રાખજે સમતા

- વૈભવ
૩૦-૦૩-૨૦૧૯


Saturday, March 30, 2019

Make the Balance - gujarati poem

ભોળવે છે માયા, રે મારી કાચી કાયા,
તંતના છૂટ્યો, બધેથી વળગ્યો
તંત્ર તેના કેવા, સર્વત્ર પ્રસરતા
યાત્રા કઠિન રે, ભોળવે છે માયા.


તંતુને તોડતા , તત્વ ને પકડતા
હરિ ગુણમાં લીન, તુ સંતુલન બનાવ

સમ વિષમ કેડી, ડરની છાયા
ભોળું મારુ મનડું, દર દર ભટકતું
સે ઝુલ્મો કાયા રે સહે,
આ માયા, કેવી રમતો રમે.

તંતુને તોડતા , તત્વ ને પકડતા
હરિ ગુણમાં લીન, તુ સંતુલન બનાવ

ચિંતનમાં ડૂબેલો, રાજ રમતમાં ખોયેલો
બુદ્ધિ થી બાવળ, સકળના પડે

તંતુને તોડતા , તત્વ ને પકડતા
હરિ ગુણમાં લીન, તુ સંતુલન બનાવ

- વૈભવ
૩૦-૦૩-૨૦૧૯



Friday, March 29, 2019

પ્રેમ

હું ક્યારેક સરિતા બની સાગરને ઝન્ખતી,
તો ક્યારેક સાગર બની સરિતાને.

આહ!
આતો આજે મને સમજાણું
દરિયા દિલમાં પ્રેમ
રક્તવાહિનીઓમાં પ્રેમ
આ દરિયો ને આ સરિતા
એક પરિવર્તનના,
ચક્રના ભાગ સમા, પણ
છેતો બસ
પ્રેમ
ઉછળતો, કૂદતો
સંગીત રેલાવતો
આ પ્રેમ
ડૂબતો, ડુબાડતો
અનમોલ ખજાનો લૂંટાવતો
આ પ્રેમ...
ને કોઈ  બસ
થોભને હવે, છોડને હવે
પ્રેમનું કોઈ વર્ણન હોય.

- વેગ
૧૪-૦૨-૨૦૧૯

Image result for love of sea and river

Friday, March 22, 2019

जल एक रतन,

 जल एक रतन,
जो करे जतन
वो  पाए यह अनमोल रतन!!!
Image result for water drop + jewel
जल जीवन , जीवन जल समाना;

जो रंग जो घाट, ढल जाये
पर, ना माँगे कोई ठिकाना.

Image result for water flow as life
बांधो तो ऊड जाए, गंध जाए
बहाओ तो खुशिया पाए जमाना.

निर्मल हो जैसे जल की धारा,
द्रश्य लागे बहुत प्यारा.
निर्मल हो जीवन की धारा,
धरती लागे स्वर्ग समाना.

- वैभव
रचना - विश्व जल दिवस - 22 मार्च 2010

fact sheet 2019

Related image

Saturday, March 16, 2019

Signature

Emotions are life force.

A small verse pen down few years ago and changes which comes after a year.

Sharing direct link of fb here.

https://m.facebook.com/story.php?story_fbid=643005645735690&id=100000787804588&sfnsn=mo

Monday, February 04, 2019

સાગર સમીપે - ૨

બધું પામી લેવાની હોડ છે.
કોરાણે મૂકી માલિકને
કોરા રહી, ભીના થવાની કોડ છે.
એમ કેવી રીતે બને?
જીવન કેમ કરી ખીલે?
આપ્યા પહેલાં,
શું મળશે,
આ ગણવાની, ટેવ છે.
આ તે કાંઈ રીત છે?


- વૈભવ
૨૦-૦૧-૨૦૧૯, પુદુચેરી

Thursday, January 31, 2019

રિબાવતી બારી, ઓ બાવરી

આ બારી, રિબાવે મને!
શા ને હજી ત્યાં શોભે?
ખુલ્લી હતી જ્યાં સુધી,
ત્યાંથી લગાવી છલાંગો
મુક્ત ગગનમાં,
પક્ષી સંગ વિહરવા.
પણ હવે વિરહના દિવસો છે,
વીરને કેમ કરી શોભે!
Image result for open window
ઠેર ઠેર લાગી છે જાળીઓ,
કારણ દે,
બહાર અંદરના આવી જાય
પણ અંદરની બહારનું શું?
આ બારી, રિબાવે મને!
શા ને હજી ત્યાં શોભે?
બીજાના જીવનમાં ડોકિયું
આતે કોઈ સભ્યને શોભે
પડદાઓ પાડી રાખો ને રખાવો.
શિખામણ મળે છૂટમાં
પારદર્શકતા રાખો,
આ મૂર્ખામી કેમ કરી થોભે.


વૈભવ
૩૦-૦૧-૨૦૧૯

Wednesday, January 30, 2019

સાગર સમીપે - ૧

સાગર સમા વિશાળ,
મારા પ્રેમાળ હૃદયને.
ભરતી-ઓટના માપે
આંકતી ના
માપતી ના
એજ મારા ધબકાર
એજ મારી પ્રીત
મિત, એ ગીત,
નીત નવીન સરગમ
સદા ઉછળતો પ્રેમ.

- વૈભવ
૨૦-૦૧-૨૦૧૯, પુદુચેરી

Saturday, November 10, 2018

હું ઉજાસ લઈ આવ્યો

હું ઉજાસ લઈ આવ્યો,
તારા આંગણે.
તું ઉદાસ થઈ બોલ્યો,
કે રાખ તારા આંગણે.
અમો મસ્ત છીએ,
અંધારા ઉલેચતા.
ત્રસ્ત ના કરશો, મહેરબાની!
રાખજો પાસે પોતાની વાણી.
પણ,
હું તો ઉજાસ લઈ ને આવ્યો,
સંગાથે ઉમંગ, ઉલ્લાસ ઇ લાવ્યો.
ઊંડી લાગે તારી તરસ
પરસ્ત થવા નહીં ...

( incomplete)..

Vaibhav
07/11/2018

Friday, November 09, 2018

પ્રયાસ

તને શું કહું?

મને વ્યક્ત થતા ક્યા આવડે,
જોને, આ સમય વહી જાય.

જગત કાઇ નહીં પણ તારા
વક્તવ્યના પ્રયાસ છે.

મુંઝવણ ત્યારે થાય છે,
જ્યારે મંતવ્ય વધી જાય છે.

વ્યય થતો જોઈને,
વય ઘટી જાય છે.

શરીર મડ્યુ, જીવન વ્યક્ત કરવાને, વ્યતિત નહીં.

પણ વ્યક્તિઓને છોડી, આ મન ઉક્તિયાઓ મા વહી જાય છે.
ની મુક્તિની આકાંક્ષાઓ, ટકાવે, ભ્રમરાવે...

શું કહું તને?
શાને કહું?
અભિવ્યક્ત થતા મંતવ્ય કદી
ગંતવ્યે ના પહોચાડી શકે.

ઘડી ઘડીનો પ્રયાસ,
કે હવે થાય તારો વાસ, હૃદય-મંદિર અમાર.
શ્વાસ-પ્રશ્વાસ નો પ્રવાસ,

વ્યકત કરે, ફેલાવે તારા પ્રેમની સુવાસ.

- Vaibhav
(main portion - 13+4=17 & last two line addition and minor editing on 06+11<18 font="">

Thursday, November 08, 2018

તારા ચરણોમા

તારા ચરણોમા, સર્વ આચરણ અરપું.
જીવન રણમાં, ચરેવતિ ચરેવતિ મંત્ર રટતુ

તારા ચરણોમા, સર્વ આચરણ અરપું.
ખુલ્લો પડ્યો છું, હરણ કરજે ક્ષુદ્રતાનો;
ભરણ કર જે, આ તરણ કરવા નીકળ્યો.

તારણો ના તણાવમા, તનાવ વધ્યો,
શરણ દે જે, મારણ દેજે કારણો નુ
તારા ચરણમાં, પલકો ને ટકાવું
તારા ચરણોમા, સર્વ આચરણ અરપું.


In few hours, when sun will rise from the east. Western parts of India will be welcoming a new year, welcoming Vikram Samvant 2075.

On night of Diwali and awaiting the dawn of new year, I offer this prayer. 

At thy feet, I offer all my behaviour.
In this Desert of Life, walk on walk on I chant...


Happy Diwali 
&
May you all have a splendid prosperous and lovely Vikram Samvant 2075


Monday, October 29, 2018

આ બધા વિચારો,
સ્પષ્ટ દેખાતા, અસ્પષ્ટ સમજાતા.
આ બધા વિચારો,
પોતાનાં  પારકાના,
ગમતા - અણગમતા
સાથી - વિરોધી.
આ બધા વિચારો.

આ વિચારો મને મારા લાગે છે.
આતો મનના મને ચારા લાગે છે.

બધાજતો ચોરીના છે,
ની થોડા ઉધારીના.

કઈ મૂલ્યવાન પોતીકા
જડ્યા જડે કેની?
આ વિચારો.

અસ્તવ્યસ્ત, ખુદમાંજ મસ્ત
કોઈ સશક્ત દોરવી જનારા
કોઈ અશ્ક્ત ડુબાવી જનારા
કોઈ દુભવી, પરખાવી જનારા
તે કંઈ વિશેષ....
આ બધા વિચારો...


Vaibhav
27-01-2018




Sunday, November 19, 2017

હૂં નથી? કે, હું છું?

હૂં નથી? કે, હું છું?


હૂં નથી? કે, હું છું?
હું કોણ છું? કે, હું કોણ નથી?

નથી બાકસ કે નથી સળી,
કે નથી બનવું આ બાકસ કે સળી.
નથી કરતો જાણી જોઈને કોઈની સળી!
તે છતાં સળગવું ને સળગાવવું,
દાઝવું, ન દાઝવું ઍ મન પર, તમારા પર છોડ્યું!
મારે હજી સળગવું, ઘણું બધું બોલવું,
શાંત રહ્યો ને આ શબ્દોના સમંદર ઉમટ્યા.

ખાલી નથી કે નથી ભરેલો?
આવા પ્રશ્નો પૂછીને નથી થાકેલો.
ટે'મ નથી હું, કે મને ટે'મ નથી;
કઈંક ભરવાનો, કે ખાલી કરવાનો!
નથી કોઈ આવી કોશિશ
કઈંક ભરવાની, કે ખાલી કરવાની!
છતાં શાને છે આ ગડમથલ?
બધું જ તો છે સમતલ,
સમ મન, સમ તન.

પકડ્યું નથી કે નથી પકડાયો,
વૈભવ છે આ બધે વેરાયો.


-

વૈભવ ( વિધ્યુત વેગ)
19-11-2017

નોંધ:
ટે'મ = સમય અને તેમ બંને રીતે પ્રયોગ
ભાષા, વ્યાકરણની ભૂલો માફ કરજો!






Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...