Monday, February 04, 2019

સાગર સમીપે - ૨

બધું પામી લેવાની હોડ છે.
કોરાણે મૂકી માલિકને
કોરા રહી, ભીના થવાની કોડ છે.
એમ કેવી રીતે બને?
જીવન કેમ કરી ખીલે?
આપ્યા પહેલાં,
શું મળશે,
આ ગણવાની, ટેવ છે.
આ તે કાંઈ રીત છે?


- વૈભવ
૨૦-૦૧-૨૦૧૯, પુદુચેરી

No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...