અમારી નથી થઈ હજી મુલાકાત
બારના ટકોરે, ચકોરની પેઠે બેઠા
ન થયેલી મુલાકાત ની આ વાત.
મલકાય છે હૈયું, ને ગુલાબી થાય ગાલ
ભર ઉનાળાની રાતે, શીત લહર રેલાય
મંદ મંદ મધમીઠી વાતો થાશે કઈ સાલ
કે, અમારી હજી નથી થઈ મુલાકાત!
વિસ્મય છે સમય, જે મુજને વિષ સમો લાગે
નીરસ વસ્તુમાં પણ આજ શાને અનુરાગ જાગે
આંખો મીંચીને, દ્રશ્યમાં દેખાય સાથ
કે, અમારી હજી નથી થઈ મુલાકાત.
અટકી જા અહીંયા,વાત આગળ ના વધાર
લટકી જશે ત્યાં, તારા કામ કગાર
હજી તો કિનારે જ છું ને, ક્યાં
વમળમાં અટવાયો, કઈ લહરે લહરે ભટકી
ક્યાં બદલાયો
કે, અમારી મુલાકાત, હજી નથી થઈ!