Sunday, November 19, 2017

હૂં નથી? કે, હું છું?

હૂં નથી? કે, હું છું?


હૂં નથી? કે, હું છું?
હું કોણ છું? કે, હું કોણ નથી?

નથી બાકસ કે નથી સળી,
કે નથી બનવું આ બાકસ કે સળી.
નથી કરતો જાણી જોઈને કોઈની સળી!
તે છતાં સળગવું ને સળગાવવું,
દાઝવું, ન દાઝવું ઍ મન પર, તમારા પર છોડ્યું!
મારે હજી સળગવું, ઘણું બધું બોલવું,
શાંત રહ્યો ને આ શબ્દોના સમંદર ઉમટ્યા.

ખાલી નથી કે નથી ભરેલો?
આવા પ્રશ્નો પૂછીને નથી થાકેલો.
ટે'મ નથી હું, કે મને ટે'મ નથી;
કઈંક ભરવાનો, કે ખાલી કરવાનો!
નથી કોઈ આવી કોશિશ
કઈંક ભરવાની, કે ખાલી કરવાની!
છતાં શાને છે આ ગડમથલ?
બધું જ તો છે સમતલ,
સમ મન, સમ તન.

પકડ્યું નથી કે નથી પકડાયો,
વૈભવ છે આ બધે વેરાયો.


-

વૈભવ ( વિધ્યુત વેગ)
19-11-2017

નોંધ:
ટે'મ = સમય અને તેમ બંને રીતે પ્રયોગ
ભાષા, વ્યાકરણની ભૂલો માફ કરજો!






No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...