Friday, August 02, 2019

પ્રેમની વાતો

આજથી લગભગ ૧૭વર્ષ પહેલાં, ભાઈદાસ સભાગૃહ, વિલેપાર્લે, આ ગીત સૌ પ્રથમ વાર સાંભળ્યુ - " દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવુ ગમશે કે કેમ? ઍમ પૂછીને થાય નહીં પ્રેમ."
ડૉ. શ્રી શ્યામલ અન સૌમિલ મુન્શી ની જોડી, મીઠો સુરીલો કંઠ અને કવીશ્રી તુષાર શુકલની લાજવાબ કલમ મળીને બનેલું અદભૂત સુંદર રચના વાળુ આ ગીત.  જ્યારે પણ ગુજરાતી ગીત સાંભળવાનુ મન થાય તો આ ગીત પ્લેલિસ્ટ્મા જરૂર હોય.
નંદિની બેન ત્રિવેદી ની મુંબઇ સમાચારમાં આવતી કોલમ હૈયાને દરબારે, ગયા અઠવાડિયા કવિશ્રી સાથે ગીત ની પાછળની વાતો જણાવીને મોજ કરાવી હતી.
આફરીન! આફરીન થઈ જવાય! હજી તો ગીત મમળાવવુ ચાલુ હતુ. ત્યાં જૂની નોધપોથી (ડાઇયરી) ચઢી હાથે ની મળ્યુ આ નાનકડું કાવ્ય. 'ઍમ પૂછીને થાય નહી પ્રેમ' આ ગીતના પ્રભાવમાં અને તેના વિચારોના મુળે લખાયેલું ગીત - પ્રેમ પામવાનાં કાય નકશાઓ હોય? કાવ્યની શરૂઆત પ્રશ્ન સાથે થાય છે કે પ્રેમ પામવા માટે કોઈ નક્શા હોય, નક્ષત્રો જોવાના હોય કે?

પ્રેમ પામવાની ઝંખના સર્વને હોય. તેના કોઈ નિયમ, રસ્તા કે પાઠ નથી. આતો પ્રિયતમ સાથે બેસો, થોડુ બોલો, થોડુ ખોલો, ઘણુ સાંભળો અન સંભાળી લો , આમ પ્રેમ આપો તો પ્રેમ પામો આ વાત ક્રેંદ્રમાં રહી.

બે વાત જી નથી કેરી શક્યો કાવ્યમાં, ઈ અહિયા કહેવી
-> આ પામવાના ચક્કરમાં - મન વારે ઘડીયે ઈ અમાપને માપવા બેસી જાય. આ દલિલબાજ મનથી ચેતીને રહેવું
-> અને જ્યારે સાચે પ્રેમ સામો ચાલીને મળે કે પામો, ત્યારે ઍના સ્વીકાર કરતા થવું. મારી પોતાની વાત કરું તો હજી આપતા ક સ્વીકારતા ફાવતું નથી. ખાસ કરીને જ્યારે તમે કોઈ કાર્ય ખૂબ પ્રેમ થી કર્યુ હોય કે બાળકો તમને ઍક શીક્ષક રૂપે ચાહે ની પ્રેમ દર્શાવે ત્યારે કે મમ્મી હોય મિત્ર કે પ્રીયતમા, આ લેતા આવડવું ઈ પણ કલા છે.

જ્યારે પ્રેમ જે કોઈ સ્વરૂપે તમો સમક્ષ આવે ત્યારે બુદ્ધિ કેમ મંદ થય જાય, શું કરવું?, બોલવું શું? હૃદય આફાટ થતુ હોય. બુદ્ધિ ત્યાં વિશ્લેષણ કરવા બેસે કે આ દેખાડો છે કે સાચી અભિવ્યક્તિ, તેમના અંતરથી અનજાન હોય.

આવું કેમ થયું અન હૈયાની બીજી વાતો આવનારી પોસ્ટમાં..

વેગ, ૧-૦૯-૨૦૧૯

No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...