Wednesday, April 29, 2020

છાની માની

છાની માની તું આવે
પણ ના કરતી મનમાની
સર્વ જાણતી, ખુદમાંજ મહાલતી
અજાણ રાસ્તે, રાહ દેખાડતી
મૌનની ભાષા તારી,
પ્રેમ પ્રેમ સ્પંદતી
નંદતી, ના જલ્દીથી જડતી.
પ્રકાશ પાથરતી, પથ્થરને તોડતી
હ્રદયોને જોડતી
તું છાની-માની આવતી
ને ક્યારે ...

Wednesday, April 08, 2020

નીશા

એ નીશા, તારા આવાગમન ના નિશાન દેતી જાજે.
કઈ દિશાથી તું આજ આવીશ,
ને કઈ આશાના કોડ જગાવી ને જઈશ.

શીતળ લહેરો પર સવાર,
તારલીયાનો ઝગમગાટ.
ના જોયેલી દુનિયા કે
ના જોઈતી દુનિયા
ચાંદની નો મંદ પ્રકાશ
રેલાવે છંદ સુવાસ.

રાહત બની ને આવજે,
શાને આફત સમી લાગે તું.

એ નીશા, તારે રજા જોઈતી હોય તો કહેજે,
મારી પાસે અંધકારનો ઢગલો છે.
દીવો બની પ્રકાશ પણ લઇ આવીશ,
મારા માટે ખાસ જો તું બનીશ.

વૈભવ
08-04-2020
અનહદ

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...