Tuesday, October 31, 2006

he saki

હે સાકી,
તારા મયખાનામાં મળતાં જામ કરતાં, તેની નજરનું જામ સારું છે!
ન ચૂમી સકૂં એને હોઠોથી તો શું થયું? તે સદાય દિલમાં છલકતું રહેશે!!

હે સાકી,
તારા જામથી કદાચ એમ બને કે હું દુનિયાના દુ:ખોને ભૂલી જાવ?
પણ તેના પ્રેમથી મિશ્રીત જામમાં અમરત્વને પામી જાવ !

હે સાકી,
તારા જામથી શું ખબર કઇ ઘડીમાં હું બહેકી જાઇશ?
તેના જામથી નવ-ચેતના ને પામી જાઇશ !

હે સાકી,
તારા જામ સાટુ મારે મયખાને આવવું પડશે રુપલડી ખરચી?
તેનું જામ તો હાજીર થશે ફકત્ દિલથી યાદ કરતાંને !

હે ખુદા,
ઉગાર જે અમ જીવન-રસ પામવાંને તલસતાં શરાબીઓને?
ને ખુદના દશૅન દઇ તારી નજરનાં જામ છલકાવતો જાજે !

- વૈભવ પંડયા

No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...