નકલ, પ્રેરણા, પ્રભાવ અને પ્રથમ પગથિયુ કાવ્ય યાત્રા પર
20 વર્ષ પહેલા, અમારા વાઇસ-પ્રિન્સિપલ સાહેબે અમોને (હું અને બીજા બે મિત્રોને) તેમની ઑફીસ બોલાવ્યા. પહેલા તો ખબરના પડી શું થયુ હશે? અમને શાને બોલાવ્યા? ત્યાં પહોચ્યા ત્યારે જાણ થઈ કે, ભઈ! આ તો કવિતા લખવાની સ્પર્ધામાં મોટે ઉપાડે હા પાડી હતિને તે બોલાવ્યા. પોતાની કવિતાના ઉદાહરણ આપીને સમજાવ્યું, પ્રોત્સાહ્ન પણ હતુ, તે પણ ભાગ લેવાના હતા અમારી જોડે, મોટા લોકોના વર્ગમાં.
અરે વાહ! કવિતા લખવાની. પણ આપણને આમ કાય બહુ આવડે નહી. અટલે કરિયે શું? ક્યાંકથી પહેલા ધોરણની ચોપડી ગોતી ઘરમાથી, નરસિંહ મહેતાના ભજનને લીધું તેમા થોડાક ફેરફાર કર્યાં ને લો, હાજર કવિતા.
બીજી બેમા, ઍક પ્રભાવ નવી નવી શીખેલી કવિતાનો અને ક્યાંક પ્રેરણાના છાંટા. આમ બની ગઈ પધ્ય રચનાઓ.
હોંશે હોંશે, સ્પર્ધામાં ભાગ પણ લીધો. પહેલી વાર બાર વર્ષની ઉંમરે ઍકલા, મિત્રો સાથે જવાનું. ઈ પણ ઍક ગમ્મતજ હતી.
20 વર્ષ પહેલાં, ગ્મમત રમત ની મમત રૂપે શરૂ થયેલી યાત્રા હજુ ચાલુ છે. ઘણું શીખવાનું ને સુધારવાનું છે.
No comments:
Post a Comment