આ ખાલી દિવાલોને જોયા કરવાનું મને ગમે છે.
હું ચુપચાપ એની સામે ઉભો રહુ છું,
ને એ પણ ચુપચાપ મારી સામે ઉભો રહે છે.
આમ તો એક્જ રંગ એનો ને મારો,
દેખાતા ધબ્બા, ઈ કોના દોષો?
એ દિવાલો પર આવેલી તિરાડોને જોવાનું મને ગમે છે.
કંઈ કેટલી આક્રુતિઓ, અવનવી ભાતો;
જેમાં હું એટ્લો ખોવાઈ જાવ છું કે
પોતાની અંદર બહાર પડેલી તિરાડોને
ભુલી જાવ છું.
ક્યારેક મને લાગ છે કે આ દિવાલો મને
કંઈક કહેવા ચાહે છે.
હું તેમને આલિંગન આપી, કાન ધરુ
તે પણ મને કાન આપે છે
એક સ્થિર થઈને મને સાંભળે છે.
જ્યારે હૂમ કાંઇ બોલતો પણ ન હોવ.
કારણ કે અહિંયા ઢોંગ કરવા માટે છે શું?
અને મને પીઠબળ આપનાર બીજુ છે કોઇ?
આ દિવાલ નથી, વ્હાલ છે
કદાચ તરુવર પાસેથી લીધેલું ઉધાર છે.
જે હોય તે
આ દિવાલોને જોયા કરવાનું મને ગમે છે.
વૈભવ, ૦૧-૧૧-૨૦૧૬
No comments:
Post a Comment