ખુદને પિછાણી, પાકું કરી લે.
તારે શાનું ડરવું,
જે હાકિમ કે'હ તે કરવું!
ઉડવું, પડ ફાડ ને પર થી ભરી લે
ફાળ, કદાચ પડીશ ચાર વાર કે બે
વારંવાર, ઉભો થાજે રાખી વિશ્વાસ
અદ્ધર નથી કોઈ બીજો આધાર
પળમાં થઈ જાશે આર- પાર.
લડવું કે મળવું, નક્કી કરી લે
ઉડવું કે રડવું, નક્કી કરી લે
ખુદને પિછાણી, પાકું કરી લે
સમય ની સાથે, ધીરજ ધરી દે
તારે શાનું ડરવું,
જે હાકિમ કે'હ તે કરવું!
મુસ્તાક થઈ , કે આસક્ત થઈ
થઈ જવામાં જે તું છે
તેને નવ છોડી દે.
પકડી રાખી હવાને, આઝાદી દઈ દે
આઝાદી લઈ લે.
પ્રેમથી ખીલવું, એ પાઠ લઈ દે,
તારે શાનું ડરવું,
જે હાકિમ કે'હ તે કરી દે.
મજા સજા ના આ ભાવ તાલ છોડી દે
સમ થઈ જા ને, મર્મ જાણી લે
તારે શાનું ડરવું,
જે હાકિમ કે'હ તે કરી દે.
No comments:
Post a Comment