Wednesday, July 07, 2021

સમય વીતી

સમય વીતી જઇ રહ્યો,
પણ તું તો ખોવાયો છે.
બસ મુજ પર શું વીતી રહી
કેમ આવો રઘવાયો છે?
ઘાયલ કે કાયલ બની કંગાલ
બંગલા બને હર હાલ
એમ જંતરાયો, માલ ને હાટ
કાપ ને કાટ ની રાડા રાડ
રીતસરની છૂટી ત્રાડ
બસ! હવે બહુ થઇ મોકાણ 
કર તું નૂતન રોકાણ
અર્પી દે સર્વ પ્રભુને નામ
એનાથી ચાલે જગત નો ભાર
જાણી લે હૃદય ના તાર.
વિખુટા ભલે લાગે, ખોટા ના પાડ
વિખુટા ભલે લાગે, ખોટા ના પાડ
શ્વાસ ખૂટે એ પહેલા, સાંભળી લે સાદ
ઘૂંટે ઘૂંટે ભરિલે એકજ વાત
રઘવાયો ના થા, શ્રદ્ધા રાખ એક સમાન
રઘુ ને છે સર્વ કાંઈ જાણ
સમય મળ્યો કિંમતી ખાણ
પળ પળ કરીદે તેને નામ
જિંદગી ને બંદગીમાં મહાલ 
કહી દે હવે લાગ લગાટ 
રઘુપતિ રાઘવ રાજા રામ.





No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...