તારા વગર લાગે
માત્ર કાંટા.
તારા વગર,
કહ્યા ખબર,
કેમ વીતે
રહ્યા વગર.
ન, કોઈ ગીત,
ન, કોઈ ગતી.
પાછળ રહી
ગયેલી વાતો
શાને આજે
વાદળ વર્ષે
ના કોઈ હર્ષે
હવે બસ કર
રહેમ કર
હૈયું રડશે
ઘડી ના કાંટે
વરસાદના છાંટે
તારી વીજળી
મારી સજની
નથી, કે તુ
આમ મજા
આમ સજા
લે કે દે?
મન, હૃદય
નથી કાંઈ
મારું , ને
નથી તારું
આ શરીર
માત્ર સળગે
બિન ઇંધણ
આ સાલું,
ચાલુ રમત છે
આમ જતી
ના રહીશ
તારી ગમત
મમત ને કહન
મારી માટે
તું ગહન છે
તારા વગર
બધે ગ્રહણ
સળગે અગન
તારા વગર
બહાર વરસાદ છે
પણ તારા સાદમાં
મારો વરસાદ છે
કેમ કશું બોલી નહિ
હૃદય ને ખોલી
કૂંચી લઈ ગઈ
આ ઉઘાડનો
બહુ ત્રાસ છે
ભીતર તે છતાં
અવકાશ છે
હજુ પણ
આશ છે
ત્યાં પ્રેમનો
રહેવાસ છે
આજે નહિ
કાલે સહી
સિક્કા સહી ના
હિસ્સા કદી ના
પૂરો વિશ્વાસ છે
તું આવશે
ધીમે ધીમે
સુર રેલાવશે
ને જીવન
તારા પડધે
પડખે, ગીત
નવા ગાશે.
તારા વગર
એ સુના
છાયા જે
ના પામ્યાં
કાયા તેની
રૂપ નવા
નિત સજાવશે.
No comments:
Post a Comment