પૂર્વાર્ધ:
એકલતાને પંપાળ
હું પણ કરુ છું ક્યારેક
ને ક્યારેક તો બહુજ કરુ છું
એકલતાને પંપાળ
હું પણ કરુ છું ક્યારેક
કારણકે એ મારી પોતીકી છે.
પોતીકું એટ્લે થોડી આશ
પોતીકું એટ્લે થોડી આશ
માટે માથે પંપાળ્.
પંપાળમાં પલળવું
છતાં શાને સળગવું?
આ જોવું આશમાં
દૂરથી કે પાસમાં
જાણે કો'ક દી
એકલતાને
કોક લતા નીકળી જાય
ને ચહેરો મલકાય.
પણ અત્યારે તો હું ને એકલતા
જાણે એકબીજાની પડખે
પલંગમા
શું પલંગની ઉપર હું ને મારી ઉપર એકલતા?
કે પલંગની ઉપર એકલતા ને એની ઉપર હું?
કે પછી
મારી અંદર એકલતા ને એ મારી ઉપર?
આવા વિચારોમાં ખોવાતા કે અટ્વાતા,
આપણે કરીએ પંપાળ એકલતાને
પંપાળી પલાળું ને પલાળીને પંપાળું પ્રેમથી
કે
એકલતા ને એક લતા શુન્યમાં ભળી જાય
ત્યાં તો કરવટ બદલાય અને
સપનામાં ભળી જાય.
એકલતા એ સર્જેલા ખાલિપણાને ભરવા
અમે રચી આ રચના પણ્
પારકી આશ સદા નીરાશા
No comments:
Post a Comment