Thursday, June 09, 2016

મોસમ - season

Namaste,
Following poem flowed through pen while writing daily diary in morning. This version has some changes in its flow, few addition of words to match flow.  I had thought to translate both diary and poem in english. After typing in gujarati, i tried to use google translate. Attempt ended up in failure. Now, no more attempt. Just accepting that translation kills many thing. specially, poem not has come as word but as feelings and with some tune. if you can't read gujarati there is a summary at the end. Ending this with request, try to read gujarati if you know hindi, you will able to get it. Reading gujarati is not that difficult.

Eti Shubham


Excerpts from diary 08/06/2016, Wedneday

નમસ્તે પરમપ્રિય, માથા પર, ચહેરા આગળ દુખે છે. શરદી ભરાયેલી છે. રાતના મોડો સૂતો જેથી આંખો લાલ છે. પણ આજની શરૂઆત સુર્યોદયે નહી મધરાતે થઈ. કબીર સાથે થઈ અને તે ચેતનાના પ્રવાહ વ્હયાં. થોડુક સમ્જયા, થોડુક છલકાયા અને થોડુક મલકાયા...

શણગારની મોસમ છે,
રણકારની મોસમ છે,
આણસાર ક્યાં છે ઍના?
આ નડતર રૂપી પ્રશ્ન છે
પણ આ જ તો,
ઘડતરની મોસમ છે
ધીરજની મોસમ છે
કે
પ્રીતમ લાવશે પ્રેમ રસ

ભરમાવાની નહીં, ભમવાની મોસમ છે
કરમાવાની નહીં, કલોલની મોસમ છે

સહજ બની ઉડવાની
રજ બની ચઢવાની
ને
મલક્વાની મોસમ છે
છલકવાની મોસમ છે
પ્રીતમ વ્હાવે છે પ્રેમ રસ
મૃગજળ પાછળ ભાગવાની નહીં,
ગોપાળ સંગ રમવાની મોસમ છે
પકડવાની નહીં, પલળવાની મોસમ છે
રહેવાની નહીં, વ્હેવાની મોસમ છે
પ્રીતમ લાવ્યો છે પ્રેમ રસ

Summary:
Diary - written about current physical state. Beginning of day not happened at sunrise but at midnight. Beginning happened with kabir and in flow of that consciousness. I understood little, little overflowed, little smiled.
Poem - This is a season of decorating/beautification, of resonance but where is any news of beloved. This indeed is very hard question, but this is time of learning[?], enduring, beloved will come bringing juice of love. This is not season of being fool, but of roaming around. This is not season of being depressed [withering] but of chirping. This season is being simple to fly, being dust to offer. This is season of smiling, over flowing as beloved is flowing juices of love. This is not the season of running behind mirage but playing with gopal [form of lord krishna]. This is not the season of catching, but getting drenched. This is not the season of staying but of flowing because beloved has brought juices of love.


 Thus there is always a season to smile, to be happy. 

No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...