Saturday, August 05, 2023

સંરચના

ઘણી બધી લાગણીઓ
ક્યાંક ધરબાઈને બેઠી,
સમાજની શરતો લાગુ
ક્યાં પડશે ગણતા?

ભાવવિશ્વ મારું આમ તો વિશાળ છે
પણ આ શબ્દોની બારી, તેની પરિભાષા
એના ખેડાણમાં કચાશ છે.
વ્યવહાર રાખશો તો આપ - લે થાશે
ઉત્તર પ્રતિઉત્તર ની જેમ ક્રિયા પ્રતિક્રિયા
આ બધા નિયમો પણ લાગશે
જાણ્યું નહોતું આ આમ વાગશે
ઘણા ઊંડા ઘા, અશ્રુ વહાવશે.

કવિનો જીવ છે મારો પણ,
વ્યાપારી કહી તું આમ ફગાવશે.
આદર્શોને પોષતા, સત્યને ખોજતા
દૂરસંચાર આમ દોષ બની
તારા સંસારમાં દોષી બનાવશે.

અંધારમાં આટલા ઊંડે ઉતરશું
તારા સાથે જન્મેલા સવાલે
દશા અમારી સારી નથી આમતો
પણ પ્રેમથી દોરાયેલા યાત્રીને
થમવાનું ક્યાંથી, ઉગવાનું ઉજાસે
દિશા અભીપ્સા નિર્ધારિત કરશે
એ સત્ય શિવ સુંદર સુધીની જાત્રા
જે સૂર્યલોકિત પથ પર મંડાશે. 

- ધરતી વૈભવ 
14 શ્રાવણ 1945
5 august 2023

 
Not well somewhere within, so I went to the well. From last Sunday to today, there is rise and fall, and plenty flown away. All I shared to the well and in hope to be well. Didn't knew I will become well, holding more on hope to be of some use. 
Letting it go. Before it get more stagnate , just putting all emotions out here as a Gujarati poem. If you can read, visit the blog. 

Some random clicked, AI generated image and few purposeful capture 

All coming together for just flowing this emotion. Which were there for almost a week now. Somewhere inside, churning , torning me apart. For new light to dawn and see the world again from fresh eyes. 

No comments:

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...