Monday, August 07, 2023

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો
કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો
કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી
કાંટો નીચે ના મૂક્યો.
'બધી રીતે તપાસ જો કરવી તી
અલગ અજબ કંઈ મળી જાય'
નિરીક્ષક ક્ષણે ક્ષણે કહેતો.
ક્ષય થઈ રહ્યો હતો ક્યાંક
અસ્ત નજીક છે એવું ભાસે
ને કોઈ ભાસે ભેખ કાંટાનો
કે મારો, પહેલા કોણ?
સાંજ પણ ચાલી ગઈ,
પણ ગમ ના ગયો.
પ્રહર કેમ આજે આમ
પહરેદાર બની બેઠો
દ્રવિત ને આમ બાંધી રહેતો.
ક્યાં ચલિત થઈ જાય
ચકિત થઈ જાય
સત્ય આમ સાવ સામે આવી જાય
ના એમ કઇ સહેલાઈથી થોડું થાય!
એટલીજ સરળતાથી એ બધું થયું.
સમય જે યમ બની, કોઈ નિયમ બની બેઠો તો
તે જ મિત્ર બની, સમીપ બની સાથે રહેતો તો.
જાણે અજાણે કેમ તેના ડર થી 
જે હતું નહિ, આભાસ બની સાયો
પ્રયાસ ને મથામણ ઘણી બધી, ગણી ના ગણી
કરી તે કાંટાથી દુર જવાની, 
વિચારો કાંટાને પકડી રહેતા જડથી, કેવા બુઢ્ઢા લાગતા
ને ત્યાં તેનું આગમન, યૌવન રસ ફેલાવતું.
પળમાં પ્રેમનો રાગ આલાપી, જતી રહી
પાંદડી થમાવી મધ્યે. 
હવે કાંટો છે તેની જગ્યા એ, તેનું કામ કરી રહ્યો.
પુષ્પ થવાની ઈચ્છા તેની પણ હતી
ખૂલી ના શક્યો ડરથી, ગુસ્સામાં તે ખીલી જેવો 
બની ગયો. છોડને તો તે પોતાનું લાગે,
તે કેમ કરી છોડે. એની ધીરજ ઘણી
જ્યાં સુધી ભણી
ના લે તે સમય સુધી
રાહ જોતો બેઠો.
એક ઘડી, કાંટો પણ કરમાઈ જશે. 
ફરીથી ક્યાંક આમ કોઈ પાંદડી પ્રસ્ફૂટિત થશે
તેને ડર નહિ હોય કોઈનો, બસ પ્રેમ રસ ભરી
કૃતજ્ઞતા ખરી ને ખુલ સે સત્ય પ્રકાશે
ક્રમ અક્રમ જે રસ્તે, પહેલી વારે કે
અનંતના દ્વારે 
ફૂલની જેમ કાંટો પણ કરમાઈ જશે.
એક દી કાંટો નહિ બસ ફૂલ બની
બધે સુવાસ ફેલાવશે. 
ને અત્યારના પણ ક્યાં તે ખોટો છે.
આ તો સ્થાન ને સમયમાં હજી છોટો છે
કેટલા ચક્કરે કાંટો ફૂલ થાશે. ને ત્યાં સુધી
કાંટો કરમાઈ જાશે. 







No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...