Wednesday, October 26, 2016

વસવસો

આજના દિવસને વિસામો આપતા,
વસવસો પ્રવેશ્યો...
વસ્તુ ઍમ કંઇ કાઢી નાખવા જેવિ નથી,
ને સંગ્રહવા જેવિ ઈ નથી.
વીસરાતી ઍ કેમ નથી,
ખૂંચે છે પથારી મહીં.
સમય સાથે વહી જસે વસવસો,
તાણી જસે ઍ ખુંચતી પથારી.
શું આજ છે આશ્વાસ્ય?
ઍ જતી રહેલી ક્ષણ,
ક્ણ બની હોત મારા ચણતરનું
પણ ેતો કારણ બની ચુભે છે
મારા આકાશને ચુંબવાના સપનાંને.
હળ નથી ને નથી રહ્યો બળ,
કે અંતરનો ખેડુ?
વિશ્રાંતિ ક્યાં હોય જ્યારે
બની જાય 'હું' વિશેષ!
હવે કોનો લેવો આશ્રય?
મન તો ચાહે , ઍનો જે
પલકવારમાં કરે વિચ્છિન્ન,
વિજયલાવે નિશ્ચિંત.
પણ પેલો આવાજ મને હજી ખૂંચે છે!
ધીમે ઍ કહે છે,
'આભાસમાં કેટલું વિચરવું,
સપ્તરંગોની પાછળ ને રુપકની આડમાં?'
ક્યાંથી પણ મે પૂછીજ લીધું,
'તો આનો હલ કહે?'
'આ તો છે વણઉકેલાયેલો કોયડો બધાનો.
જ્યારે વલણ હોય સ્પષ્ટ,
ક્રણ હોય દૃઢ,ને શ્રધા ને ખંત અનંત...'
મંદ થતો અવાજને,
અંતરમાં ગુંજનનો રંગ, કરી ગયા મને દંગ.
ભલે ઉત્તર અધૂરો રહ્યો,
યત્ન પુરો થાશે, જીવન મધુર ભાસે ેજ આશઍ.

No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...