Saturday, March 30, 2019

બાવરો સાવરો

એના સંગીતમાં ખોવાયેલો
પથ્થર પથ્થર પર ઘવાયેલો
ધર્મ અધર્મ ની સરગમ બોલતો
જીવનનો મર્મ ખોજતો
કર્મ અકર્મ સગડ કરતો,
શરમ થી બેશરમીથી નડતો
અર્થ અર્થ ચણતો, કેવા અનર્થ ઢળતો
વહેતો, વહેમના હેમ પીગળાવતો
ક્યારેક હેત વરસાવતો, વિષ દર્શાવતો
ભાગતો, ગાતો, તૂટતો
બનતો, બનાવતો, છૂટતો
નાચતો, ચરચાતો, ભટકતો
ભમતો, ભમરાવતો, લિસોટો
કેટલા પડ્યા?
કોણે ગણ્યા ?
તે થયું શું?
પિયુ મળ્યા ?
કે ફરીથી લટકતો, અટકતો
વિચારો ફરકતા, થાકતા
વિહારો સરકતા ભાસતાં
જોવાનું છે, કોને ચૂંટતો?
ક્યાં ક્યાં પ્રેમ વિખેરતો
ફરીથી રંગતો રંગાતો
કોની ધૂનમાં આનંદ મચાવતો
નથી કોઈને સમજાવતો
આતો થોડું માંજતો
કદી એ ના અંજાતો
એક એક ઘડી સજાવતો
પ્રકાશ રેલાવતો
જે દિ બાવરો સાવરો બની જાતો.

વૈભવ
૩૦-૦૩-૨૦૧૯


--
Sometime one just keeps on rhyming, and in rhythm one just flows.
In such flow, I once again came across a song 'khel mandala'. 
Such a beautiful song from a marathi movie 'natrang'. 

here is a link
Game is set
with some rule
redefining dharma
  

No comments:

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...