Saturday, April 06, 2019

ક્યારે થશે સમાસ?

લગાવીને બેઠો છું આશ,
ક્યારે થશે સમાસ?

શું કાયમ રહેશે પ્રયાશ?
છે અણદીઠો વિશ્વાસ!
નહિ થાય હ્રાસ
ભલે લોકો કરતા મજાક
અડીખમ રહેશે મિજાજ.

લગાવીને બેઠો છું આશ,
ક્યારે થશે સમાસ?

આજ તો તપસ છે,
શુદ્ધ પરિપૂર્ણ થવાની તરસ.
ભેદ-ભરમના તોડી શ્વાસ,
ચણતો હરિનો આવાસ
લગાવીને બેઠો છું આશ,
ક્યારે થશે હરિનો નિવાસ?

ખુલો થયો, વહેતો થયો
એકજ વાત કહેતો થયો!
કે હૃદયમાં ઉજાસ ને
સર્વત્ર સુવાસ
હરિ કરશે કૃપા અપાર
હૃદય તંત્ર ખોલો જરા.

લગાવીને બેઠો છું આશ,
ક્યારે થાશે સમાસ?

No comments:

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...