Thursday, May 07, 2020

સાદ વગર

સાદ તો મે તને દીધો નથી
તારી પ્રીત સદા મારી સાથે
આવી ગાંડી આતુરતા, વરસાદ
તને મળવાની ક્યાંથી જાગી?

બળતો હતો હું, દર વખત
કઈ વેળા તુજમાં હરખ જાગી?
આવી ગાંડી આતુરતા, વરસાદ
તને મળવાની ક્યાંથી જાગી?

તારા આ રુબાબ ને મિજાજ
દર્શન તો મને થાય છે,
પણ પેલું માળામાંનું પક્ષી રિબાતું,
ને તરુ પડું પડું થાતું.
થોડી દયા રાખી ને જો તું હરખાતો
તારી ભેળા અમે મલકાતાં.
આવી ગાંડી આતુરતા, વરસાદ!
તને મળવાની ક્યાંથી જાગી?

ને તારો સાદ પાછો કેવો?
તરવર થતા હૈયાને થરથર કંપાવે એવો.
તારી હાજરીની સાબિતી રૂપે 
તસ્વીર ખેંચતો, હસતો તું જડતો.
ઓ વરસાદ તારામાં આ ગુણ ક્યાંથી આયો.

આવી ગાંડી આતુરતા, વરસાદ
તને મળવાની ક્યાંથી જાગી?




No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...