Saturday, June 20, 2015

કોણ છે આ હું?

કોણ છે આ હું?
જે ચાહે છે,
જે માંગે છે,
જે બોલે છે,
ને જે સર્જે છે,

કોણ છે આ હું?
જે હસે છે,
જે રડે છે,
જે હસાવે છે,
જે રડાવે છે.

કોણ છે આ હું?
જે મલકાય છે,
જે ફુલાય છે,
જે દુભાય છે,
જે ગભરાય છે.

કોણ છે આ હું?
જે વારે-વારે આવે છે,
મનને ઉપસાવે છે,
હૈયાને લલચાવે છે,
તનને ધબડાવે છે.

કોણ છે આ હું?
નીત​-ન​વાં વાજાં સજી આવે છે,
મનગમતું મડે઼ તો મોજ કરાવે છે,
ને અણગમતું જડે઼ તો સજા ફરમાવે છે,
ને સર્વ વાતમાં પોતાનીજ "હા" પડાવે છે.

કોણ છે આ હું?
અભિનેતા કે પછી રાજનેતા,
માલિક છે કે ગુલામ​,
કે પછી સુત્રધાર​, સંચાલક કે કાર્ય​વાહક​

જે કાંઇ તે હોય , જયાં કયા તે હોય​,
તેનો તોડ શોધ​વો હ​વે જરુરી છે,
કારણ તે હ​વે બહુ બનાવે છે,
કોણ છે આ હું?
જે આ બધું બનાવે છે કે બનાવે છે?

No comments:

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...