
આમ સાવ અચાનક કોઇ ગમવા લાગે,
મનો-મસ્તિક્માં એના વિચારો ભમવાં માંડે,
હ્રદયનાં ખેલો એ રમવા લાગે, આમ સાવ અચાનક.
આમ સાવ અચાનક તેના પત્રો આવે,
પ્રેમનાં આનંદના અભ્યાસનાં સત્રો આવે,
હાસ્યને એના મિત્રો આવે, આમ સાવ અચાનક.
આમ સાવ અચાનક સમય વહી જાશે,
સપનાનાં યાદોનાં ભંડારો રહી જાશે,
અશ્રુમાં વ્યથાઓ વહી જાશે, આમ સાવ અચાનક.
- વેગ
[image: Bombay Samachar]
No comments:
Post a Comment